olive - જેતૂન information


*-:: જેતૂન–olive ::-*

🍶
:1: કુર્રાને કરીમમાં જેતૂનનો ઉલ્લેખ છ થી સાત જગ્યાએ થયો છે।
🍶
:2: સરકારે દોઆલમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમેં ફરમાવ્યું કે જેતૂનનું તેલ ખાવા માં વાપરો અને જરૂર પડ્યે માલીશ કરવામાં પણ, કારણકે જેતૂન બરકતવંત ઝાડની પેદાશ છે।
*📚(હવાલો:- તિર્મીઝી શરીફ)* બીજી એક હદીસ શરીફમાં ફરમાવ્યું છે કે જેતૂન નું તેલ કોઢ સહીત 70 બીમારીઓ માટે ગુણકારી છે।
*📚(હવાલો:- અબૂ નઈમ)*
🍶
:3: જેતૂનનું તેલ ગમે તેટલા ઊંડા ઘાવમાં પણ રૂઝ લાવે છે।
🍶
:4: ડબ્બામાં પેક કરાતી માછલી ઓ સુરક્ષિત રાખવા માટે જેતૂન ના તેલમાં મુકીને પેક કરવામાં આવે છે
🍶
:5: જેતૂનના તેલની નજીક કીડી ઓ ફરકતી નથી।
🍶
:6: જેતૂનના તેલનો દીવો કરવામાં આવે તો બીજા તેલ ની પેઠે તેનો ધુમાડો થતો નથી।
🍶
:7: કુર્રાને પાકમાં જેતૂનના તેલ ના દીવાનો ઉલ્લેખ “સુર-એ-નૂર” માં દાખલો આપી કરવા માં આવ્યો છે તે આ દીવાનો પ્રકાશ સ્વચ્છ અને નિરુપદ્રવી હોવાનું સૂચવે છે।
🍶
:8: જેતૂનના તેલને અમેરિકા માં ફર્માંકોપીયામાં સરકારી રીતે ઉમેરવામાં આવેલ છે।
🍶
:9: બ્રિટેનમાં B. P. C. Pharma co pea Codex. અનુસાર જેતૂન નું તેલ સર્વમાન્ય એવી સિદ્ધ દવા છે।
🍶
:10: જેતૂનનું તેલ શરીર તેમજ વાળને મજબૂત બનાવી ઘડપણના દોષ ઘટાડે છે।
🍶
:11: જેતૂનનું તેલ પેટની અનેક બીમારીમાં પણ ફાયદાકારક પૂરવાર થયું છે।
🍶
:12: શરીરમાં અન્ય દવાઓ કે ખોરાક દ્વારા પ્રવેશેલા ઝેરી તત્વો સામે જેતૂનનું તેલ રક્ષણ કરે છે।
🍶
:13: પેટમાં જીવાત હોય તો જેતૂનનું તેલ બહાર કાઢે છે।
🍶
:14: જેતૂનનું તેલ વાળને ચમકદાર બનાવે છે।
🍶
:15: જેતૂનનું તેલ ઘડપણની અસર અને તકલીફો દૂર કરે છે।
🍶
:16: જેતૂનનાં તેલમાં સહેજ મીઠું નાખી પેઢા પર ઘસવાથી પેઢા મજબૂત બને છે।
🍶
:17: જેતૂનનું મલમ દાઝેલા ભાગ ઉપર લગાડવાથી રાહત સાથે ફાયદો થાય છે।
🍶
:18: જે ગુમડા અને ચાંદા દુર્ગંધ મારતા હોય અને રૂઝ આવતી  ન હોય તેવા સંજોગોમાં જેતૂન નું તેલ રૂઝવવાનું કામ કરે છે।
🍶
:19: જેતૂનનું તેલ સ્નાયુનો દુખાવો મટાડે છે।
🍶
:20: આંતરડામાં ચંદા પાડી દેતી ઝેરી દવાઓની વિપરીત અસરને જેતૂનનું તેલ દૂર કરે છે।
🍶
:21: આરોગ્યને લગતા સામઈ કોએ કેન્સરમાં પણ જેતૂનનું તેલ લાભકારી હોવાનું જણાવ્યું છે।
🍶
:22: મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં તબીબી સેવાઓ આપનારા સેંકડો ડોક્ટર્સ આ બાબતમાં એક મત છે કે નિયમિત રીતે જેતૂનનું તેલ સેવન કરનારા કે પીનારા વ્યક્તિઓને કદી પેટનું કેન્સર થયું હોય એવું અમારી જાણમાં નથી।
🍶
:23: જાપાનના ડોક્ટરોના કહેવા મુજબ જઠર કે આંતરડા ના કેન્સર વાળા દર્દી લાંબા સમય સુધી જેતૂનના તેલનું સેવન કરતા રહે તો કેન્સર માટી જાય છે।
🍶
:24: લાંબા સમય સુધી જેતૂન ના તેલનું સેવન જઠરમાં ઉત્તપન્ન થતા એસીડો દૂર કરે છે। અલ્સર અને ચંદાને રુઝવવાનું કાર્ય કરે છે।
🍶
:25: ચામડીને લગતી અનેક બીમારીઓ ખાસ કરીને ખસ, ખરજવુ વિગેરેમાં જેતૂનના તેલથી ઘણો ફાયદો થાય છે।
🍶
:26: આજ-કાલ અનેક પ્રકારના મલમ, ઉચ્ચ પ્રકારના સાબુ, પ્લાસ્ટર વેગેરે બનાવવામાં જેતૂનના તેલનો વિપુલ ઉપયોગ થાય છે।
🍶
:27: જેતૂનનું ઝાડ સામાન્ય રીતે 25 ફૂટ ઊંચું હોય છે। ઝયતુનના આવા ઝાડમાં લગભગ ત્રણ સેન્ટીમીટર લાંબા પાકા ફળ થાય છે।
🍶
:28: જેતૂનનું તેલ જામી જતું નથી। આ તેલ રાંધ્યા સિવાય પણ રોટલા-રોટલી સાથે ખાઈ શકાય છે।
🍶
:29: નિષ્ણાતોના મત મુજબ જેતૂનનું વાવેતર સૌ પ્રથમ હઝરત ઇશા અલયહીસ્સલામ પહેલા બેહજાર વર્ષ અગાઉ (પૂર્વે) થયેલું છે।
🍶
:30: પશ્ચિમી દેશોમાં શાંતિના પ્રતિક રૂપે ચાંચમાં જેતૂનના ઝાડની ડાળખી લઈને ઉડતું કબુતર કે હોલો આલેખવામાં આવે છે।
🍶
:31: સ્પેન અને ઇટલી જેતૂન ના તેલની પેદાશમાં સૌથી મોખરે છે।
🍶
:32: જેતૂનના ફળના ગરમા 15 થી 40 ટકા સુધી તેલ હોય છે।
🍶
:33: અગાઉના સમયમાં અરબો લાંબી મુસાફરી દરમ્યાન કે લડાઈ દરમ્યાન રોટલા સાથે મધ તેમજ જેતૂનના તેલનું સેવન કરતા હતા।
🍶
:34: જેતૂનના તાજા ફાળો માંથી કાઢેલા તેલનો રંગ લીલાશ પડતો પીળો હોય છે અને તેમાં ખાસ કોઈ પ્રકારની સુગંધ પણ હોતી નથી।
🍶
:35: જેતૂનનું તેલ વજનમાં પાણીથી પણ હલકું હોય છે।
                 

Comments

Popular posts from this blog

कल्कि अवतार (पंडित वेद प्रकाश ब्राह्मण)

तलबीना की अहमियत

مسواک کے ستر (70) فوائد