Advertisement

Pomegranate Benifit દાડમ અતિ ઉપયોગી

*દાડમ–Pomegranate*
Posted on December 17 2016 by aelan
દાડમ
🍎
:1: કુર્રાને માંજીદમાં દાડમનો ઉલ્લેખ ત્રણ જગ્યાએ થયો છે। આ અતિ ઉપયોગી ફળને અરબીમાં “રૂમ્માન” , ઉર્દુમાં “અનાર” ગુજરાતી માં “દાડમ” કહે છે।
🍎
:2: સરકારે દોઆલમ સલ્લલ્લાહો અલયહે વ્સલ્લામે ફરમાવ્યું કે દરેક દાડમમાં જન્નતનો અંશ છે। દાડમને તેની અંદરના છોતરા સહીત ખાતા રહો। દાડમ ખાવાથી જઠરને જાણે નવું જોમ મળે છે।
🍎
:3:  ઈમામ ઝાહ્બી રહમતુંલ્લા તાળા અલયહે નોંધે છે કે દાડમ ખાનારા પાસેથી શયતાન ભાગે છે। દાડમ માણસમાંથી નફરત અને અદેખાઈના તત્વો દૂર કરે છે।
🍎
:4: દાડમ હદયને બળ પૂરું પડે છે। માંદલા માનસથી રક્ષણ આપનારો ગુણ ધરાવે છે।
🍎
:5:  હઝરત અલી રદેયાલ્લાહો તઆલા અન્હોથી રિવાયત છે કે જે કોઈ દાડમ ખાશે અલ્લાહ અઝ્વજલ્લ તેના દિલને રોશન કરી દેશે।
🍎
:6: દાડમમાં ગ્લુકોઝ  ઉપરાંત જુદા જુદા અનેક વિટામીનો સમાયેલા છે। ખાસ કરીને વિટામીન સી, ફોસફરસ, સોડીયમ, કેલ્શ્યમ અને સલ્ફર પણ ખરું જ।
🍎
:7: મીઠું દાડમ કબજીયાત દૂર કરે છે। જઠર અને  હદયના સૂળમાં સહેજ ખટાશવાળું દાડમ બેનમુન ટોનિક છે।
🍎
:8: સામાન્ય ઝાડા કે લોહી વાળા ઝાડામાં 50 ગ્રામ જેટલો દાડમનો રસ સારૂ પરીણામ આપેછે। દાડમ દર્દીની કમજોરી -અશક્તિ દૂર કરે છે।
🍎
:9: બ્લડપ્રેસર, મસાની તકલીફ, હાડકા કે સાંધાના દર્દમાં તેમજ કમળા અને લોહીની ઓછપ જેવી વ્યાધિમાં આયુર્વેદ અને એલોપથીની દ્રષ્ટ્રીએ દાડમ લાભકારક પુરવાર થયું છે। માનસિક વિકૃતિ દૂર કરવામાં પણ દાડમનો ફાળો મહત્વનો રહ્યો છે।
🍎
;10; દાડમની છાલ કે છોડું પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી પેટમાં રહેલા જીવડા ઝાડામાં નીકળી જાય છે। ક્ષય રોગ મટાડવામાં પણ દાડમ ઉપયોગી છે। જુનો તાવ તોડવા માં પણ દાડમ મહત્વનો ભાગ ભજવે છે। મેલેરીયાના તાવ પછી દર્દીમાં આવેલી અશક્તિ દૂર કરે છે।
🍎
:11:  સ્ત્રીઓના શરીરને ધોવાતું  અટક્વે છે। દાડમનું ફૂલ કસુવાવડ અટકાવે છે।
🍎
:12: દાડમના ફૂલોનો  ઉપયોગ ખાધ રંગો બનાવવામાં પણ થાય છે। ઉપરાંત મીઠાઈ, અને બેકરીની વાનગીઓમાં પણ વપરાય છે।
🍎
:13: દાડમના છોડા દુધમાં ઉકાળી એ દૂધ પીવાથી જુના મરડા અને ઝાડાની તકલીફમાં રાહત મળે છે। દાડમ વારંવાર લાગતી તરસ મટાડે છે।
🍎
:14: નરણે કોઠે દાડમ ખાવાથી ચહેરા પર તાજગી અને લાલાશ આવે છે, લોહીમાં સુધારો જોવા મળે છે।
🍎
:15: દાડમનું રસ તાંબાના વાસણમાં નાખી હળવી આંચ આપવાથી જાડા મલમ જેવી પેસ્ટ બને છે। આ મલમ પેઢા કે દાંત પર હળવે હળવે ઘસવાથી પાયોરિયાનો દર્દ મટે છે। પેઢામાં ભરાયેલો પરૂ દૂર થાય છે। અને દાંતનો દુ:ખાવો મટે છે। આંખોમાં બળતરા થતી હોય તો આ મલમ આંજવાથી મટે છે। આંખોમાં ઠંડક થાય છે ઉપરાંત આંખોની ચમક વધે છે।
🍎
:16: દાડમનો રસ પીવાથી છાતીની બળતરામાં રાહત થાય છે। મુત્રપિંડમાં થતી ગરમી દૂર થાય છે, જઠરના ચાંદા રૂઝાય છે।
🍎
:17: તાવના દર્દીને છોડા સહીત દાડમના રસમાં મધ ભેળવી નરણે કોઠે પાવાથી તાવ મટે  છે। ડાયાબીટીસ ના દર્દીને દાડમમાં રહેલી કુદરતી મીઠાશ નુકશાન કરતી નથી।
🍎
:18: બવાસીર-હરસના મસાના દર્દીને દાડમના રસમાં આદુનો અને લવિંગનો ભૂકો ભેળવી પાવાથી દર્દ, તકલીફમાં રાહત મળે છે।
🍎
:19: દાડમના રસનું નિયમિત સેવન કરવાથી શરીરનો મેદ (જાડાપણું) ઘટે છે। આંતરડાની બળતરા દૂર થાય છે।
🍎
:20: દાડમના રસનું  સેવન ભૂખ લગાડે છે અને દિલની બેચની દૂર કરે છે। પિત્ત કે એસીડીટી રોકવા દાડમના રસમાં ખાંડ ભેળવી પીવાથી રાહત મળે છે।
🍎
:21: તાવવાળા દર્દીનું મો કડવું થઇ ગયું હોય અને કશું જમવા ની ઈચ્છા થતી ન હોય તો તેને દાડમના દાણા ખવડાવવા અથવા દાડમના રસમાં ગ્લુકોઝ નાખી પાવાથી શક્તિ આવશે, તરસ છીપશે અને લોહીની માત્રામા વધારો થશે
🍎
:22: નાકમાંથી લોહી પડતું હોય (નાક્સોરી ફૂટવાની તકલીફ) તો દાડમના ફૂલનો રસ કાઢી નાકમાં નાખવું, લોહી પડતું બંધ થઇ જશે।

                           
                    

Post a Comment

0 Comments