સાંસ લેવા માટે હવા પણ હરામ છે, હવા પણ!
સાંસ લેવા માટે હવા પણ હરામ છે, હવા પણ!
તે દિવસોમાં, બુર્સા નામના શહેર માં એક મુસ્લિમે યાહુદિલિક જંકશન તરીકે ઓળખાતો એક પાણી પીવાનો ફુવારો બનાવ્યો હતો, આજે, તેને આરાપ સુકરુ કહેવામાં આવે છે. તેમણે ઉપર એક તખ્તી લગાવી લખ્યું : "મુસ્લિમો સિવાય દરેકને હલાલ!" બુર્સા રાજધાની હોવાથી ઉસ્માની સામ્રાજ્યએ આ મુસ્લિમ માણસ ઉપર કેસ કર્યો અને પૂછ્યું કે આ તે કેવો ફીતનો છે?
આ વ્યક્તિને ન્યાયાધીશ પાસે લાવવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે શા માટે એક મુસ્લિમ અન્ય મુસ્લિમોને તેના પાણીમાંથી પીવાની મનાઈ કરવા માટે ફુવારો બનાવશે?
ન્યાયાધીશે ઊભા થઈને પૂછ્યું: "આ તે કેવા પ્રકારનો ફીતનો છે? તમે દાન માટે એક ફુવારો બાંધો છો, અને છતાં તમે મુસ્લિમોને તેના પાણીની મનાઈ કરો છો; એવા દેશમાં જ્યાં લોકોનો ધર્મ ઇસ્લામ છે, એવા રાજ્યમાં જ્યાં લોકો મુસ્લિમ છે. તારું મગજ ખોવાઈ ગયું છે?"
પેલા માણસે જવાબ આપ્યો: "મને માફ કરજો, ખરેખર એક કારણ છે, જો કે તે સાબિત કરવાની જરૂર છે."
આ જવાબ સાંભળીને જજને ગુસ્સો આવ્યો: "શું પુરાવો, કયો પુરાવો? દેખીતી રીતે જ આ ફિત્ના છે, અને તમે અમારા મુસ્લિમ સમુદાયને ખલેલ પહોંચાડી છે. તને ફાંસી આપી દેવી જોઈએ!"
પરંતુ ન્યાયાધીશને જિજ્ઞાસા થઈ, "તેનું કારણ શું હતું?" તેમણે પૂછ્યું.
પેલા માણસે જવાબ આપ્યો, "હું તો ફક્ત સુલતાનને જ કહી શકું."
તેને સુલતાન પાસે લઈ જવામાં આવ્યો. સુલતાન પણ આ ઘટનાથી નારાજ થયા, પરંતુ તેમને પણ કુતૂહલ થયું હતું. સુલતાને કહ્યું: "તમે શું કહેવા આવ્યા છો તે કહો. આ ફુવારો બાંધવાની અને બધા જ મુસ્લિમોને તેના પાણીની મનાઈ કરવાની અને બિનમુસ્લિમોને તેનો ઉપયોગ કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ?"
માણસે માથું નીચું કરીને જવાબ આપ્યો, "મારી પાસે એક કારણ છે, પણ તે દર્શાવવું જ જોઈએ."
જો તમારો તર્ક તમે વિચારો છો તેટલો વાજબી ન હોય તો?" સુલતાને પૂછ્યું.
"તો પછી મારી ગરદન એક સુલતાન માટે વાળ કરતાં પણ પાતળી છે, સુલતાન." પેલા માણસે કહ્યું.
સુલતાને પૂછ્યું કે શેની જરૂર છે. એ માણસે કહ્યું: "એક યહૂદી ધર્મ ગુરુ ને સભાસ્થાન માં થી કાઢીને એક અઠવાડિયા સુધી જૈલ માં રાખી મૂકો. પછી જુઓ શું થાય છે." તેણે જે કહ્યું તે થઈ ગયું.
બધો જ લઘુમતી સમાજ ભેગો થઈ ગયો, યહૂદી ધર્મ ગુરુ ને લઇ જતા યહૂદીઓ બોલ્યા: "આ ક્રૂરતાનું કારણ શું છે? અમે અમારા ધર્મગુરુ રબ્બીની ખાતરી આપીએ છીએ, તે નિર્દોષ છે. અમને કહો કે શું કરવાની જરૂર છે, જો જરૂર પડશે, તો અમે તેના જામીન ચૂકવીશું.
"પડોશી દેશોના રાજદૂતો પણ આવ્યા અને ડઝનેક પત્રો પહોંચાડ્યા. એક અઠવાડિયા પછી, યહૂદી ધર્મગુરુ ને મુક્ત કરવામાં આવ્યા અને લઘુમતીઓ ખુશ થયા. પછી સુલતાન માટે બધાનો આભાર અને ભેટો આવી. થોડા સમય પછી, તે વ્યક્તિએ સુલતાનને પછી ફરી થી આવું જ કરવાનું કહ્યું, પરંતુ આ વખતે એક ચર્ચના પાદરી સાથે.
પાદરી ને રવિવારની વિધિથી બળજબરીથી ઉઠાવી લાવવામાં આવ્યા અને આ વખતે લોકોએ વધુ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. એક અઠવાડિયા પછી, તે છૂટી ગયો, સુલતાનને વધુ ભેટો આવી, તેથી પણ વધુ આભાર... ખ્રિસ્તીઓ તેમના પાદરી જૈલ માં થી મુક્ત થતા ખુશ થયા.
સુલતાને પૂછ્યું: "આપણું કામ પૂરું થઈ ગયું?"
પેલા માણસે જવાબ આપ્યો, "ફક્ત હજુ એક જ વખત, મારા સુલતાન, અને પછી તમે જોશો."
"તારે શેની જરૂર છે?" સુલતાને પૂછ્યું.
"સુલતાન, હવે શહેર ની રાજધાની ની મસ્જિદ માંથી ઈમામ સાહેબ ને ઉઠાવી જૈલ માં નાખી દો , જે ઇમામને મુસ્લિમો સૌથી વધુ પ્રેમ કરે છે વિશ્વાસપાત્ર છે, તેને તેના મિમ્બરમાંથી લઈ જાઓ." માણસે જે કહ્યું તે થઈ ગયું; ઇમામને તેના શુક્રવારના ખુત્બાની મધ્યમાં બુરસાની ગ્રાન્ડ મસ્જિદમાંથી બળજબરીથી લઇ જવામાં આવ્યા.
તો પછી, શું થયું? એક પણ મુસ્લિમ ને સમજાયું નહીં કે એમને કેમ લઇ જવામાં આવ્યા, કોઈએ પણ પૂછ્યું નહીં કે તે ક્યાં છે. "તમને શું થયું છે? તમે ઓછામાં ઓછું ખુત્બાના અંતની રાહ જુઓ."
એક અઠવાડિયા પછી, હજી પણ, કોઈ ઇમામ સાહબ વિશે કોઈ પ્રશ્નો પૂછતું ન હતું. ત્યારે લોકોમાં વાતો ફાટી નીકળી. બધાએ કહેવાનું શરૂ કર્યું: "અમને લાગ્યું કે તે એક સારા માણસ છે, અમે તેની વાત સાંભળી, તેને અમારા ઇમામ બનાવ્યા અને આ તો એક નાલાયક નીકળ્યો"
"અલ્લાહ જાણે છે કે એમણે ખોટું જ કર્યું છે!"
"આ તે કેવી વાત થઇ! મેં તે ઇમામ ના નેતૃત્વ હેઠળ જે નમાઝો અદા કરી તે બધી જ નમાઝો એ ખોટા ઇમામ સાહબ ના લીધે વ્યર્થ થઇ ગઈ હવે મારે બધી જ નમાઝો ફરી થી દોહરાવવી પડશે!"
સુલતાન, ઈમામ અને પેલો માણસ જ શું ચાલી રહ્યું છે તે જોઈ રહ્યા હતા. છેવટે સુલતાને ફુવારો બાંધનાર માણસને પૂછ્યું: "હવે શું?" પેલા માણસે જવાબ આપ્યો, "હવે સમય આવી ગયો છે કે ઇમામ સાહેબ ને છોડી મૂકવામાં આવે અને માફી પણ માગવી." સુલતાન સંમત થયા અને તે માણસે જે કહ્યું તે કરવાનો આદેશ આપ્યો.
એ માણસ માથું નીચું કરીને બોલ્યો: "હે મહાન સુલતાન, મહેરબાની કરીને મને હવે કહો કે શું આવા મુસ્લિમો માટે આ રીતે પાણી હલાલ હોઈ શકે?
સુલતાન પીડાદાયક રીતે બોલ્યા : - "હવા પણ હરામ છે, હવા પણ!"
આ એક સત્ય ઘટના તુર્કી લાયબ્રેરી ની તારીખ માં થી લેવામાં આવી છે.
Comments
Post a Comment